Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & Scriptures
Search :
Scripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 52 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठजायं भिक्खुं गिलायमाणं नो कप्पइ तस्स गणावच्छेइयस्स निज्जूहित्तए। अगिलाए तस्स करणिज्जं वेयावडियं जाव तओ रोगायंकाओ विप्पमुक्को, तओ पच्छा तस्स अहालहुसए नामं ववहारे पट्ठवियव्वे सिया। Translated Sutra: પ્રયોજનાવિષ્ટ સાધુ જો રોગાદિ વડે પીડિત થઈ જાય તો ગણાવચ્છેદકને તેને ગણથી બહાર કરવા કલ્પતા નથી, પરંતુ જ્યાં સુધી તે રોગાંતકથી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી તેની અગ્લાનભાવથી વૈયાવચ્ચ કરવી જોઈએ.પછી ગણાવચ્છેદક તે. પ્રયોજનાવિષ્ટ સાધુ ને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત કરે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 53 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अणवट्ठप्पं भिक्खुं अगिहिभूयं नो कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावेत्तए। Translated Sutra: અનવસ્થાપ્ય સાધુને ગૃહસ્થરૂપ કર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ગણાવચ્છેદકને ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 54 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अणवट्ठप्पं भिक्खुं गिहिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावेत्तए। Translated Sutra: અનવસ્થાપ્ય સાધુને ગૃહસ્થરૂપ કરાવીને ફરી સંયમમાં સ્થાપવો ગણાવચ્છેદકને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 55 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] पारंचियं भिक्खुं अगिहिभूयं नो कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावेत्तए। Translated Sutra: પારાંચિતપાત્ર સાધુને ગૃહસ્થરૂપ કર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ન કલ્પે, | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 56 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] पारंचियं भिक्खुं गिहिभूयं कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावेत्तए। Translated Sutra: પારાંચિતપાત્ર સાધુને ગૃહસ્થરૂપ કરીને ફરી સંયમમાં સ્થાપવો કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 57 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अणवट्ठप्पं भिक्खुं अगिहिभूयं वा गिहिभूयं वा कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावेत्तए, जहा तस्स गणस्स पत्तियं सिया। Translated Sutra: અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુને કારણે ગૃહસ્થ વેશ ધારણ કરાવીને કે કરાવ્યા વિના પણ ગણાવચ્છેદક તેને ફરી સંયમમાં સ્થાપે. જો ગણનું હીત થયું હોય તો. સૂત્ર સંદર્ભ– ૫૭, ૫૮ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 58 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] पारंचियं भिक्खुं अगिहिभूयं वा गिहिभूयं वा कप्पइ तस्स गणावच्छेइयस्स उवट्ठावेत्तए, जहा तस्स गणस्स पत्तियं सिया। Translated Sutra: જુઓ સૂત્ર ૫૭ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 59 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दो साहम्मिया एगओ विहरंति, एगे तत्थ अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता आलोएज्जा–अहं णं भंते! अमुगेणं साहुणा सद्धिं इमम्मि कारणम्मि पडिसेवी। से य पुच्छियव्वे किं अज्जो! पडिसेवी उदाहु अपडिसेवी?
से य वएज्जा–पडिसेवी, परिहारपत्ते। से य वएज्जा–नो पडिसेवी, नो परिहारपत्ते। जं से पमाणं वयइ से पमाणाओ घेतव्वे। से किमाहु भंते! सच्चपइण्णा ववहारा। Translated Sutra: બે સાધર્મિક સાથે વિચરતા હોય, તેમાં કોઈ એક સાધુ કોઈ અકૃત્ય સ્થાનને સેવીને આલોચના કરે – ‘‘ભગવાન! મેં અમુક સાધુ સાથે અમુક કારણે દોષનું સેવન કરેલ છે.’’ ત્યારે બીજા સાધુને પૂછ્યું કે – ‘‘શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસેવી?’’ જો તે કહે કે, ‘‘હું પ્રતિસેવી છું’’ તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. જો એમ કહે કે, ‘‘હું પ્રતિસેવી | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 60 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य गणाओ अवक्कम्म ओहानुप्पेही वच्चेज्जा, से य अनोहाइए चेव इच्छेजा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए।
तत्थ णं थेराणं इमेयारूवे विवादे समुप्पज्जित्था–इमं भो जाणह किं पडिसेवी? अपडिसेवी? से य पुच्छियव्वे सिया किं अज्जो! पडिसेवी उदाहु अपडिसेवी?
से य वएज्जा–पडिसेवी, परिहारपत्ते। से य वएज्जा–नो पडिसेवी, नो परिहारपत्ते। जं से पमाणं वयइ से पमाणाओ घेतव्वे। से किमाहु भंते? सच्चपइण्णा ववहारा। Translated Sutra: સંયમ છોડવાની ઇચ્છાથી કોઈ સાધુ ગણથી નીકળી જાય, અને પછી અસંયમ સેવ્યા વિના જ તે આવી, ફરી પોતાના ગણમાં સામેલ થવા ઇચ્છે ત્યારે સ્થવિરોમાં જો વિવાદ થાય અને તેઓ પરસ્પર કહેવા લાગે કે – શું તમે જાણો છો – આ પ્રતિસેવી છે કે અપ્રતિસેવી? ત્યારે સાધુને જ પૂછવું જોઈએ – તું પ્રતિસેવી છો કે અપ્રતિસેવી ? જો તે કહે કે – હું પ્રતિસેવી | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 61 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] एगपक्खियस्स भिक्खुस्स कप्पति इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा, जहा वा तस्स गणस्स पत्तियं सिया। Translated Sutra: એકપક્ષીય – એક જ આચાર્ય પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ કરનારા સાધુને અલ્પકાળ કે યાવજ્જીવનને માટે આચાર્ય કે ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત કરવા કે તેને ધારણ કરવા કલ્પે છે. અથવા પરિસ્થિતિ વશ ક્યારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 62 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] बहवे परिहारिया बहवे अपरिहारिया इच्छेज्जा एगमासं वा दुमासं वा तिमासं वा चउमासं वा पंचमासं वा छम्मासं वा वत्थए। ते अन्नमन्नं संभुंजंति, अन्नमन्नं नो संभुंजंति मासं, तओ पच्छा सव्वे वि एगओ संभुंजंति। Translated Sutra: અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી એક સાથે રહેવા ઇચ્છે તો પારિહારિક સાધુ પારિહારિક સાધુની સાથે અને અપારિહારિક સાધુ અપારિહારિક સાધુની સાથે બેસીને આહાર કરી શકે છે. પરંતુ પારિહારિક સાધુ અપારિહારિકની સાથે બેસીને આહાર ન કરી શકે. તે બધા સાધુ છ માસના તપના અને એક માસ પારણાનો | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 63 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] परिहारकप्पट्ठियस्स भिक्खुस्स नो कप्पइ असनं वा पानंवा खाइमं वा साइमं वा दाउं वा अनुप्पदाउं वा। थेरा य णं वएज्जा–इमं ता अज्जो! तुमं एएसिं देहि वा अनुप्पदेहि वा?
एवं से कप्पइ दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से लेवं अनुजाणावेत्तए अनुजाणह भंते! लेवाए? एवं से कप्पइ लेवं समासेवित्तए। Translated Sutra: પારિહારિક સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન કલ્પે. જો સ્થવિર કહે – હે આર્ય ! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા કરો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કરવી કલ્પે છે. પરિહારકલ્પસ્થિત જો ઘી આદિ વિગઈ લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી કલ્પે. મને ઘી આદિ વિગઈ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 64 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] परिहारकप्पट्ठिए भिक्खू सएणं पडिग्गहेणं बहिया अप्पणो वेयावडियाए गच्छेजा। थेरा य णं वएज्जा-पडिग्गाहेहि णं अज्जो! अहं पि भोक्खामि वा पाहामि वा। एवं से कप्पइ पडिग्गाहेत्तए।
तत्थ नो कप्पइ अपरिहारियस्स परिहारियस्स पडिग्गहंसि असनं वा पानं वा खाइमं वा साइमं वा भोत्तए वा पायए वा, कप्पइ से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि सयंसि वा कमढगंसि सयंसि वा खुव्वगंसि पाणिंसि वा उद्धट्टु-उद्धट्टु भोत्तए वा पायए वा।
एस कप्पो अपरिहारियस्स परिहारियाओ। Translated Sutra: પરિહારકલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્રાને ગ્રહણ કરી, પોતાના માટે આહાર લેવા જાય, તેને જોતા જોઈને જો સ્થવિર કહે કે – હે આર્ય ! માટે યોગ્ય આહાર – પાણી લઈ આવજો, હું પણ ખાઈશ – પીશ. એવું કહે ત્યારે તે સ્થવિર ને માટે આહાર લેવો કલ્પે છે. ત્યાં અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં અશન યાવત્ સ્વાદિમ ખાવા – પીવા | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 65 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] परिहारकप्पट्ठिए भिक्खू थेराणं पडिग्गहेणं बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा।
थेरा य णं वएज्जा–पडिग्गाहेहि णं अज्जो! तुमं पि भोक्खसि वा पाहिसि वा।
एवं से कप्पइ पडिग्गाहेत्तए। तत्थ नो कप्पइ परिहारियस्स अपरिहारियस्स पडिग्गहंसि असनं वा पानं वा खाइमं वा साइमं वा भोत्तए वा पायए वा, कप्पइ से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि सयंसि वा कमढगंसि सयंसि वा खुव्वगंसि पाणिंसि वा उद्धट्टु-उद्धट्टु भोत्तए वा पायए वा।
एस कप्पो परिहारियस्स अपरिहारियाओ। Translated Sutra: પરિહાર કલ્પસ્થિત સાધુ સ્થવિરના પાત્રો લઈને તેમના માટે આહાર – પાણી લેવા જાય, ત્યારે સ્થવિર તેમને કહે – હે આર્ય ! તમે તમારા માટે પણ સાથે લઈ આવોજો, પછી ખાઈ – પી લેજો. એમ કહ્યા પછી, તે સ્થવિરના પાત્રોમાં પોતાના માટે પણ આહાર – પાણી લાવવા કલ્પે છે. ત્યાં અપારિહારિક સ્થવિરના પાત્રમાં સાધુને અશન યાવત્ સ્વાદિમ ખાવા | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 66 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य इच्छेज्जा गणं धारेत्तए, भगवं च से अपलिच्छन्ने एवं से नो कप्पइ गणं धारेत्तए।
भगवं च से पलिच्छन्ने एवं से कप्पइ गणं धारेत्तए। Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૬૬થી ૯૪ એટલે કે કુલ – ૩૦ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: જો કોઈ સાધુ ગણને ધારણ કરવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિ યોગ્યતા રહિત હોય તો તેને ગણ ધારણ કરવો કલ્પતો નથી. જો તે સાધુ સૂત્રજ્ઞાનાદિ યોગ્યતા યુક્ત હોય તો તેને ગણ ધારણ કરવો કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 67 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य इच्छेज्जा गणं धारेत्तए, नो से कप्पइ थेरे अनापुच्छित्ता गणं धारेत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता गणं धारेत्तए।
थेरा य से वियरेज्जा एवं से कप्पइ गणं धारेत्तए, थेरा य से नो वियरेज्जा एवं से नो कप्पइ गणं धारेत्तए।
जण्णं थेरेहिं अविइण्णं गणं धारेज्जा, से संतरा छेओ वा परिहारो वा। Translated Sutra: જો કોઈ સાધુ ગણ ધારણ કરવા ઇચ્છે તો તેમને સ્થવિરોને પૂછ્યા વિના ગણ ધારણ કરવો ન કલ્પે. જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન કરે તો ગણ ધારણ કરવો ન કલ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો કલ્પતો નથી. જો કોઈ સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ ગણ ધારણ કરે છે, તો તે સાધુ તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 68 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] तिवासपरियाए समणे निग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पन्नत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे असबलायारे अभिन्नायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहन्नेणं आयारपकप्पधरे कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए। Translated Sutra: ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ કરવામાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય, ઓછામાં ઓછું આચારપ્રકલ્પધર હોય તો તેને ઉપાધ્યાય પદ દેવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 69 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] स च्चेव णं से तिवासपरियाए समणे निग्गंथे नो आयारकुसले नो संजमकुसले नो पवयणकुसले नो पन्नत्तिकुसले नो संगहकुसले नो उवग्गहकुसले खयायारे सबलायारे भिन्नायारे संकिलिट्ठायारे अप्प-सुए अप्पागमे नो कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए। Translated Sutra: જો ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ ઉક્ત આચારાદિમાં કુશળ ન હોય, ક્ષત – ભિન્નાદિ આચારવાળા હોય, અલ્પશ્રુત અને અલ્પાગમજ્ઞ હોય તો ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 70 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] पंचवासपरियाए समणे निग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पन्नत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे असबलायारे अभिन्नायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहन्नेणं दसा-कप्प-ववहारधरे कप्पइ आयरियउवज्झायत्ताए उद्दिसित्तए। Translated Sutra: પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જો ઉક્ત આચાર – સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચાર – વાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 71 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] स च्चेव णं से पंचवासपरियाए समणे निग्गंथे नो आयारकुसले नो संजमकुसले नो पवयणकुसले नो पन्नत्तिकुसले नो संगहकुसले नो उवग्गहकुसले खयायारे सबलायारे भिन्नायारे संकिलिट्ठायारे अप्पसुए अप्पागमे नो कप्पइ आयरियउवज्झायत्ताए उद्दिसित्तए। Translated Sutra: પરંતુ પાંચ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમાદિમાં કુશળ ન હોય, ક્ષત – ભિન્ન – શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય. અલ્પશ્રુત અને અલ્પાગમજ્ઞ હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 72 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठवासपरियाए समणे निग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पन्नत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे असबलायारे अभिन्नायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहन्नेणं ठाणसमवायधरे कप्पइ आयरियत्ताए उवज्झायत्ताए पवत्तित्ताए थेरत्ताए गणित्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए। Translated Sutra: આઠ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આચારી હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય અને ઓછામાં ઓછું સ્થાનાંગ – સમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક પદ દેવું કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 73 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] स च्चेव णं से अट्ठवासपरियाए समणे निग्गंथे नो आयारकुसले नो संजमकुसले नो पवयणकुसले नो पन्नत्तिकुसले नो संगहकुसले नो उवग्गहकुसले खयायारे सबलायारे भिन्नायारे संकिलिट्ठायारे अप्प-सुए अप्पागमे नो कप्पइ आयरियत्ताए जाव गणावच्छेइयत्ताए उद्दिसित्तए। Translated Sutra: તે જ આઠ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત – ભિન્નાદિ આચારવાળા હોય, અલ્પશ્રુત અને અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ દેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 74 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निरुद्धपरियाए समणे निग्गंथे कप्पइ तद्दिवसं आयरियउवज्झायत्ताए उद्दिसित्तए। से किमाहु भंते?
अत्थि णं थेराणं तहारूवाणि कुलाणि कडाणि पत्तियाणि थेज्जाणि वेसासियाणि संमयाणि सम्मुइकराणि अनुमयाणि बहुमयाणि भवंति, तेहिं कडेहिं तेहिं पत्तिएहिं तेहिं थेज्जेहिं तेहिं वेसासिएहिं तेहिं संमएहिं तेहिं सम्मुइकरेहिं जं से निद्धपरियाए समणे निग्गंथे, कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए तद्दिवसं। Translated Sutra: નિરુદ્ધ – અલ્પ પર્યાયવાળા સાધુ જે દિવસે દીક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે...ભગવન્! એમ કેમ કહો છો ? સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુલ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જો નિરુદ્ધ પર્યાયવાળા સાધુ હોય તો તેને તે | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 75 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निरुद्धवासपरियाए समणे निग्गंथे कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए समुच्छेयकप्पंसि।
तस्स णं आयारपकप्पस्स देसे अहिज्जिए देसे नो अहिज्जिए, से य अहिज्जिस्सामि त्ति अहिज्जइ, एवं से कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए।
से य अहिज्जिस्सामि त्ति नो अहिज्जइ, एवं से नो कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए। Translated Sutra: આચાર્ય કે ઉપાધ્યાય કાળધર્મ પામે, ત્યાર પછી નિરુદ્ધ – અલ્પવર્ષના પર્યાયવાળા સાધુને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ દેવાનું કલ્પે છે. તેમને આચારપ્રકલ્પનો કંઈક અંશ અધ્યયન કરવાનું બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ કરવાનો સંકલ્પ કરીને પૂર્ણ કરી લે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવાનું કલ્પે છે. પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 76 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं नवडहरतरुणस्स आयरिय-उवज्झाए वीसंभेज्जा, नो से कप्पइ अनायरियउवज्झायस्स होत्तए।
कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं।
से किमाहु भंते? दुसंगहिए समणे निग्गंथे, तं जहा–आयरिएणं उवज्झाएण य। Translated Sutra: નવદીક્ષિત બાળક કે તરુણ સાધુને આચાર્ય કે ઉપાધ્યાય જો કાળધર્મ – મરણ પામે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય વિના રહેવું કલ્પતુ નથી. તેને પહેલાં આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રાનો સ્વીકાર કરીને જ રહેવું જોઈએ. ભગવન્ ! એમ શા માટે કહ્યું ? સાધુ બેની નિશ્રામાં જ રહે છે. જેમ કે – ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 77 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निग्गंथीए णं नवडहरतरुणीए आयरिय-उवज्झाए पवत्तणी य वीसंभेज्जा, नो से कप्पइ, अनायरियउवज्झाइयाए अपवत्तणीए य होत्तए।
कप्पइ से पुव्वं आयरियं उद्दिसावेत्ता तओ पच्छा उवज्झायं तओ पच्छा पवत्तिणिं।
से किमाहु भंते? तिसंगहिया समणी निग्गंथी, तं जहा–आयरिएणं उवज्झाएणं पवत्तिणीए य Translated Sutra: નવદીક્ષિતા, બાલિકા કે તરુણી સાધ્વીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે કાળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતુ નથી. તેણીએ પહેલા આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ. ભગવન્ ! એમ કેમ કહો છો ? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 78 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य गणाओ अवक्कम्म मेहुणधम्मं पडिसेवेज्जा, तिन्नि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरित्तं वा उवज्झायत्तं वा पवत्तित्तं वा थेरत्तं वा गणित्तं वा गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेतए वा।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स निव्विगारस एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ સાધુ ગણને છોડીને મૈથુનનું સેવન કરે તો તેને તે કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 79 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] गणावच्छेइए गणावच्छेइयत्तं अनिक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો ઉક્ત કારણોથી યાવજ્જીવન, આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 80 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] गणावच्छेइए गणावच्छेइयत्तं निक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, तिन्नि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स निव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને મૈથુનનું સેવન કરે તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 81 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए आयरिय-उवज्झायत्तं अनिक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો તેને ઉક્ત કારણથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 82 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए आयरिय-उवज्झायत्तं निक्खिवित्ता मेहुणधम्मं पडिसेवेज्जा, तिन्नि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स निव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને મૈથુન સેવન કરે તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કલ્પે છે. ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કલ્પે | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 83 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य गणाओ अवक्कम्म ओहायइ तिन्नि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स निव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને અને વંશ છોડીને ચાલ્યા જાય અને પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ પર્યની આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ન કલ્પે. ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 84 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] गणावच्छेइए गणावच्छेइयत्तं अनिक्खिवित्ता ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના સંયમનો પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. પછી તે ફરી દીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણે યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 85 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] गणावच्छेइए गणावच्छेइयत्तं निक्खिवित्ता ओहाएज्जा तिन्नि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिवियरस्स निव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને સંયમ પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. અને પછી પુનઃ દીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 86 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए आयरियउवज्झायत्तं अनिक्खिवित्ता ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના સંયમનો ત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય, પછી તે ફરી દીક્ષિત થાય, તો તેને ઉક્ત કારણે યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 87 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए आयरियउवज्झायत्तं निक्खिवित्ता ओहाएज्जा, तिन्नि संवच्छराणि तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स निव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પદ છોડીને સંયમ અને વેશનો ત્યાગ કરીને જાય, પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 88 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] भिक्खू य बहुस्सुए बब्भागमे बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક સાધુ અનેક પ્રગાઢ કારણોથી જો અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 89 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] गणावच्छेइए बहुस्सुए बब्भागमे बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 90 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए बहुस्सुए बब्भागमे बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 91 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] बहवे भिक्खुणो बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पई आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અનેક પ્રગાઢ કારણોથી જો અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 92 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] बहवे गणावच्छेइया बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, तेसिं तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 93 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-३ | Gujarati | 94 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] बहवे भिक्खुणो बहवे गणावच्छेइया बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવચ્છેદક અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય – ઉપાધ્યાય – ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું નહીં કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 95 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ आयरिय-उवज्झायस्स एगाणियस्स हेमंतगिम्हासु चारए। Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૯૫ થી ૧૨૬ એટલે કે કુલ – ૩૨ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: આચાર્ય અને ઉપાધ્યાયને શિયાળામાં અને ઉનાળામાં એકલા વિહાર કરવો – વિચરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 96 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स हेमंतगिम्हासु चारए। Translated Sutra: આચાર્ય અને ઉપાધ્યાયને શિયાળામાં અને ઉનાળામાં એક સાધુને સાથે લઈને વિહાર કરવો કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 97 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ गणावच्छेइयस्स अप्पबिइयस्स हेमंतगिम्हासु चारए। Translated Sutra: શિયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદકને એક સાધુ સાથે વિચરવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 98 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ गणावच्छेइयस्स अप्पबिइयस्स हेमंतगिम्हासु चारए। Translated Sutra: શિયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદકને બે સાધુ સાથે વિચરવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 99 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स वासावासं वत्थए। Translated Sutra: વર્ષાકાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને એક સાધુ સાથે રહેવાનું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 100 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ आयरिय-उवज्झायस्स अप्पतइयस्स वासावासं वत्थए। Translated Sutra: વર્ષાકાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને બીજા બે સાધુ સાથે રહેવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-४ | Gujarati | 101 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ गणावच्छेइयस्स अप्पतइयस्स वासावासं वत्थए। Translated Sutra: વર્ષાકાળમાં ગણાવચ્છેદકને બે સાધુ સાથે રહેવું ન કલ્પે. |