Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & Scriptures| Scripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Saman Suttam | Saman Suttam | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४२. निक्षेपसूत्र | English | 740 | View Detail | ||
|
Mool Sutra: सायार इयर ठवणा, कित्तिम इयरा दु बिंबजा पढमा।
इयरा इयरा भणिया, ठवणा अरिहो य णायव्वो।।४।। Translated Sutra: Sthapana is of two types-that which resembles the real shape of that for which is stands, and that which does not. When there is a supposition of one object in the other, it is called sthapana Niksepa, for example, supposing an idol of an arhat as an arhat. | |||||||||
| Saman Suttam | Saman Suttam | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४४. वीरस्तवन | English | 753 | View Detail | ||
|
Mool Sutra: हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा।
पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह नायपुत्ते।।४।। Translated Sutra: Just as Airavata is supreme among elephants, lion among animals, Gamga among rivers, Garuda-the son of Venudeva-among birds, similarly was Jnatrputra supreme among those preaching emancipation. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 4 | View Detail | ||
|
Mool Sutra: अरहंता लोगुत्तमा। सिद्धा लोगुत्तमा। साहू लोगुत्तमा।
केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो।।४।। Translated Sutra: અર્હંતો લોકમાં ઉત્તમ છે. સિદ્ધો લોકમાં ઉત્તમ છે. સાધુઓ લોકમાં ઉત્તમ છે. કેવલી કથિત ધર્મ લોકમાં ઉત્તમ છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 20 | View Detail | ||
|
Mool Sutra: तस्स मुहुग्गदवयणं, पुव्वावरदोसविरहियं सुद्धं।
आगममिदिपरिकहियं, तेण दु कहिया हवंति तच्चत्था।।४।। Translated Sutra: અર્હંતોના મુખમાંથી નીકળેલા, પૂર્વાપરદોષથી રહિત એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્ત્વની સમજ મેળવી શકાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
३. संघसूत्र | Gujarati | 28 | View Detail | ||
|
Mool Sutra: नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य।
धन्ना गुरुकुलवासं, आवकहाए न मुंचंति।।४।। Translated Sutra: (સંઘને શરણે જનારો) સાધક જ્ઞાનનો અધિકારી બને છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે; માટે ધન્ય આત્માઓ જીવનપર્યંત ગુરુકુલવાસને છોડતા નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
४. निरूपणसूत्र | Gujarati | 35 | View Detail | ||
|
Mool Sutra: जो सिय भेदुवयारं, धम्माणं कुणइ एगवत्थुस्स।
सो ववहारो भणियो, विवरीओ णिच्छयो होइ।।४।। Translated Sutra: એક અખંડ પદાર્થમાં રહેલા ધર્મોને જે પરસ્પર ભિન્ન ગણે છે એવા દૃષ્ટિકોણને `વ્યવહારનય' કહેવામાં આવે છે અને જે દૃષ્ટિકોણ પદાર્થના ધર્મોમાં ભેદ નથી સ્વીકારતો તેને `નિશ્ચયનય' કહે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 222 | View Detail | ||
|
Mool Sutra: सम्मत्तविरहिया णं, सुट्ठु वि उग्गं तवं चरंता णं।
ण लहंति वोहिलाहं, अवि वाससहस्सकोडीहिं।।४।। Translated Sutra: સમ્યક્ત્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४४. वीरस्तवन | Gujarati | 753 | View Detail | ||
|
Mool Sutra: हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा।
पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह नायपुत्ते।।४।। Translated Sutra: હાથીઓમાં ઐરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે તેમ નિર્વાણના ઉપદેશકોમાં જ્ઞાતપુત્ર મહાવીર શ્રેષ્ઠ છે. | |||||||||
| Saman Suttam | समणसुत्तं | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१५. आत्मसूत्र | Hindi | 180 | View Detail | ||
|
Mool Sutra: ससरीरा अरहंता, केवलणाणेण मुणिय-सयलत्था।
णाणसरीरा सिद्धा, सव्वुत्तम-सुक्ख-संपत्ता।।४।। Translated Sutra: केवलज्ञान से समस्त पदार्थों को जाननेवाले स-शरीरी जीव अर्हत् हैं तथा सर्वोत्तम सुख (मोक्ष) को संप्राप्त ज्ञान-शरीरी जीव सिद्ध कहलाते हैं। | |||||||||
| Saman Suttam | समणसुत्तं | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Hindi | 367 | View Detail | ||
|
Mool Sutra: कुलजोणिजीवमग्गण-ठाणाइसु जाणिऊण जीवाणं।
तस्सारंभणियत्तण, परिणामो होइ पढमवदं।।४।। Translated Sutra: कुल, योनि, जीवस्थान, मार्गणास्थान आदि में जीवों को जानकर उनसे सम्बन्धित आरम्भ से निवृत्तिरूप (आभ्यन्तर) परिणाम प्रथम अहिंसाव्रत है। | |||||||||
| Saman Suttam | समणसुत्तं | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Hindi | 549 | View Detail | ||
|
Mool Sutra: तं मिच्छत्तं जमसद्दहणं, तच्चाण होदि अत्थाणं।
संसइदमभिग्गहियं, अणभिग्गहियं तु तं तिविहं।।४।। Translated Sutra: तत्त्वार्थ के प्रति श्रद्धा का अभाव मिथ्यात्व है। यह तीन प्रकार का है--संशयित, अभिगृहीत और अनभिगृहीत। | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 48 | View Detail | ||
|
Mool Sutra: नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थओ तयं बिंति।
परिणामदारुणमसासयं च जं ता अलं तेण।।४।। Translated Sutra: નરેન્દ્ર કે દેવેન્દ્રનું સુખ પણ ખરી રીતે વિચારીએ તો દુઃખ જ છે. તે શાશ્વત નથી અને વળી તેનું પરિણામ દુઃખદાયી છે. એવા સુખ શા કામનાં? | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
६. कर्मसूत्र | Gujarati | 59 | View Detail | ||
|
Mool Sutra: न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा।
एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्म।।४।। Translated Sutra: સગાં-સંબંધી, મિત્રો, પુત્રો કે બાંધવો-કોઈ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એકલો જ દુઃખ વેઠે છે, કારણ કે કર્મ તેના કર્તાની પાછળ જ જાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
७. मिथ्यात्वसूत्र | Gujarati | 70 | View Detail | ||
|
Mool Sutra: जो जहवायं न कुणइ, मिच्छादिट्ठी तओ हु को अण्णा।
वड्ढइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो।।४।। Translated Sutra: (સિદ્ધાંતની વાતો કરનાર પણ) સિદ્ધાંત અનુસાર વર્તન નહિ કરનાર વ્યક્તિ કરતાં મોટો મિથ્યાદૃષ્ટિ બીજો કોણ હોઈ શકે? (પોતાના આચરણથી) અન્યના મનમાં શંકા ઉત્પન્ન કરીને એ આત્મા મિથ્યાત્વને ઉત્તેજન આપતો રહે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
८. राग-परिहारसूत्र | Gujarati | 74 | View Detail | ||
|
Mool Sutra: तं जइ इच्छसि गंतुं, तीरं भवसायरस्स घोरस्स।
तो तवसंजमभंडं, सुविहिय ! गिण्हाहि तूरंतो।।४।। Translated Sutra: ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો હે સુજ્ઞ બંધુ! તપ અને સંયમરૂપી નૌકા જલદી મેળવી લે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 85 | View Detail | ||
|
Mool Sutra: कोहेण जो ण तप्पदि, सुर-णर-तिरिएहि कीरमाणे वि।
उवसग्गे वि रउद्दे, तस्स खमा णिम्मला होदि।।४।। Translated Sutra: દેવો-મનુષ્યો-તિર્યંચો દ્વારા ગમે એવા ભયંકર ઉપદ્રવો થાય તે છતાં ક્રોધ ન કરે તે આત્મામાં નિર્મલ ક્ષમાધર્મ છે એમ સમજવું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 121 | View Detail | ||
|
Mool Sutra: अप्पा जाणइ अप्पा, जहट्ठिओ अप्पसक्खिओ धम्मो।
अप्पा करेइ तं तह, जह अप्पसुहावओ होइ।।४०।। Translated Sutra: આત્મા આત્માને જાણે છે. આત્મસાક્ષીએ કરાતો ધર્મ સાચો છે. ધર્મ એવી રીતે આચરવો કે જેથી આપણા પોતાના માટે એ સુખદાયક નીવડે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 125 | View Detail | ||
|
Mool Sutra: जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे।
एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ।।४।। Translated Sutra: કોઈ વ્યક્તિ યુદ્ધમાં હજારો મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
११. अपरिग्रहसूत्र | Gujarati | 143 | View Detail | ||
|
Mool Sutra: मिच्छत्तवेदरागा, तहेव हासादिया य छद्दोसा।
चत्तारि तह कसाया, चउदस अब्भंतरा गंथा।।४।। Translated Sutra: મિથ્યાત્વ, સ્ત્રીભાવ, પુરુષભાવ, નપુંસકભાવ, હાસ્ય, રતિ(ખુશી), અરતિ(કંટાળો), શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ - આ ચૌદ પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. ખેતર, મકાન, ધન, ધાન્ય, વસ્ત્ર, વાસણ, નોકર-ચાકર, પશુ, વાહન, બિછાનાં અને ખુરશી-પલંગ-રાચ-રચી સંદર્ભ ૧૪૩-૧૪૪ | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१२. अहिंसासूत्र | Gujarati | 150 | View Detail | ||
|
Mool Sutra: जह ते न पिअं दुक्खं, जाणिअ एमेव सव्वजीवाणं।
सव्वायरमुवउत्तो, अत्तोवम्मेण कुणसु दयं।।४।। Translated Sutra: જેમ તને દુઃખ ગમતું નથી તેમ બીજા સર્વ જીવોને પણ ગમતું નથી. સૌને પોતાના સમાન ગણીને ખૂબ આદર અને સાવધાનીથી, સર્વ જીવો પર દયા રાખો. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१३. अप्रमादसूत्र | Gujarati | 163 | View Detail | ||
|
Mool Sutra: सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पण्डिए आसुपण्णे।
घोरा मुहुत्ता अबलं सरीरं, भारंड-पक्खी व चरेऽप्पमत्तो।।४।। Translated Sutra: સૂતેલા લોકોની વચ્ચે પણ પ્રજ્ઞાવાન મનુષ્ય જાગૃત જીવન ગાળે; એ ક્યારેય પ્રમાદ ન કરે. કાળ નિર્દય છે, શરીર નિર્બળ છે; માટે ભારંડપક્ષીની જેમ સદા સાવધાન રહેવું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१४. शिक्षासूत्र | Gujarati | 173 | View Detail | ||
|
Mool Sutra: नासीले न विसीले, न सिया अइलोलुए।
अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चई।।४।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૧૭૨; સંદર્ભ ૧૭૨-૧૭૩ | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१५. आत्मसूत्र | Gujarati | 180 | View Detail | ||
|
Mool Sutra: ससरीरा अरहंता, केवलणाणेण मुणिय-सयलत्था।
णाणसरीरा सिद्धा, सव्वुत्तम-सुक्ख-संपत्ता।।४।। Translated Sutra: કેવળજ્ઞાન વડે સકળ પદાર્થોને જાણનાર અર્હંતો શરીરધારી પરમાત્મા છે. સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરી લેનારા સિદ્ધ આત્માઓને માત્ર જ્ઞાનરૂપી શરીર છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 195 | View Detail | ||
|
Mool Sutra: वदसमिदीगुत्तीओ, सीलतवं जिणवरेहि पण्णत्तं।
कुव्वंतो वि अभव्वो, अण्णाणी मिच्छदिट्ठी दु।।४।। Translated Sutra: વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ જ રહે છે. (સમિતિ=હિંસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અંતર્મુખ થવું. અભવ્ય | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१७. रत्नत्रयसूत्र | Gujarati | 211 | View Detail | ||
|
Mool Sutra: नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं।।४।। Translated Sutra: સમ્યગ્દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ - નિર્વાણ નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 248 | View Detail | ||
|
Mool Sutra: सूई जहा ससुत्ता, न नस्सई कयवरम्मि पडिआ वि।
जीवो वि तह ससुत्तो, न नस्सइ गओ वि संसारे।।४।। Translated Sutra: દોરો પરોવેલી સોય પડી જાય તોય ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 265 | View Detail | ||
|
Mool Sutra: सक्किरियाविरहातो, इच्छितसंपावयं ण नाणं ति।
मग्गण्णू वाऽचेट्ठो, वातविहीणोऽधवा पोतो।।४।। Translated Sutra: ઉચિત આચરણ વિના જ્ઞાન ઈચ્છિત લક્ષ્યની પ્રાપ્તિનું સાધન બનતું નથી. રસ્તો જાણતો હોય પણ ચાલતો ન હોય એવો મનુષ્ય અથવા પવનનો સાથ જેને ન હોય એવું વહાણ ઈષ્ટ સ્થાને પહોંચતા નથી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२१. साधनासूत्र | Gujarati | 291 | View Detail | ||
|
Mool Sutra: आहारमिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे निउणत्थबुद्धिं।
निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी।।४।। Translated Sutra: સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२२. द्विविध धर्मसूत्र | Gujarati | 299 | View Detail | ||
|
Mool Sutra: नो खलु अहं तहा, संचाएमि मुंडे जाव पव्वइत्तए।
अहं णं देवाणुप्पियाणं, अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइय।दुवालसविहं गिहिधम्मं पडिवज्जिस्सामि।।४।। Translated Sutra: હું પ્રવ્રજિત બની-શ્રમણ બનીને વિચરવા શક્તિમાન નથી. હું આપની પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત - એમ દ્વાદશવ્રતરૂપી શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 304 | View Detail | ||
|
Mool Sutra: मांसासणेण वड्ढइ दप्पो दप्पेण मज्जमहिलसइ।
जूयं पि रमइ तो तं, पि वण्णिए पाउणइ दोसे।।४।। Translated Sutra: માંસાહારથી શારીરિક ઉત્તેજના વધે છે, ઉત્તેજિત વ્યક્તિ મદ્યપાન તરફ વળે છે, પછી જુગાર પણ રમે છે અને આમ એ વ્યક્તિ એક પછી એક બધા દોષોમાં પડે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 339 | View Detail | ||
|
Mool Sutra: नाणदंसणसंपण्णं, संजमे य तवे रयं।
एवं गुणसमाउत्तं, संजयं साहुमालवे।।४।। Translated Sutra: જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 367 | View Detail | ||
|
Mool Sutra: कुलजोणिजीवमग्गण-ठाणाइसु जाणिऊण जीवाणं।
तस्सारंभणियत्तण, परिणामो होइ पढमवदं।।४।। Translated Sutra: જીવોના વિવિધ કુલ, ઉત્પત્તિ સ્થાન, વિવિધ સ્થિતિઓ વગેરેનું જ્ઞાન મેળવી એ જીવોની હિંસાથી નિવૃત્ત થવાના મનોભાવ એ પ્રથમ અહિંસાવ્રત છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 387 | View Detail | ||
|
Mool Sutra: जह गुत्तस्सिरियाई, न होंति दोसा तहेव समियस्स।
गुत्तीट्ठिय प्पमायं, रुंभइ समिई सचेट्ठस्स।।४।। Translated Sutra: ગુપ્તિ દ્વારા ઈર્યા(ગમન-આગમન)આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે તે દોષો મુનિને લાગતા નથી. તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે, પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२७. आवश्यकसूत्र | Gujarati | 420 | View Detail | ||
|
Mool Sutra: वयणमयं पडिकमणं, वयणमयं पच्चखाण णियमं च।
आलोयण वयणमयं, तं सव्वं जाण सज्झायं।।४।। Translated Sutra: સૂત્રોચ્ચારરૂપ શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય પચ્ચક્ખાણ, શબ્દમય નિયમ, શબ્દમય આલોચના - આ બધું કેવળ સ્વાધ્યાય છે એમ જાણો. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 442 | View Detail | ||
|
Mool Sutra: कम्माण णिज्जरट्ठं, आहारं परिहरेइ लीलाए।
एगदिणादिपमाणं, तस्स तवं अणसणं होदि।।४।। Translated Sutra: કર્મોની નિર્જરા અર્થે એક દિવસ માટે કે વધુ દિવસ માટે (અથવા એક - બે ટંક માટે) સરળતાથી આહારનો ત્યાગ કરવો એ અનશન તપ છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 478 | View Detail | ||
|
Mool Sutra: णाणेण ज्झाणसिज्झी, झाणादो सव्वकम्मणिज्जरणं।
णिज्जरणफलं मोक्खं, णाणब्भासं तदो कुज्जा।।४०।। Translated Sutra: જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે, નિર્જરાનું પરિણામ મોક્ષ છે માટે હમેશાં જ્ઞાનાભ્યાસ કરવો. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 479 | View Detail | ||
|
Mool Sutra: बारसविहम्मि वि तवे, सब्भिंतरबाहिरे कुसलदिट्ठे।
न वि अत्थि न वि य होही, सज्झायसमं तवोकम्मं।।४१।। Translated Sutra: જ્ઞાનીઓએ જણાવેલ બાહ્ય અને આભ્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ અને થશે પણ નહિ. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 480 | View Detail | ||
|
Mool Sutra: सयणासणठाणे वा, जे उ भिक्खू न वावरे।
कायस्स विउस्सग्गो, छट्ठो सो परिकित्तिओ।।४२।। Translated Sutra: સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 481 | View Detail | ||
|
Mool Sutra: देहमइजड्डसुद्धी, सुहदुक्खतितिक्खया अणुप्पेहा।
झायइ य सुहं झाणं, एगग्गो काउसग्गम्मि।।४३।। Translated Sutra: કાયોત્સર્ગથી : દેહની જડતા મટે છે - કફ વગેરે ઓછાં થાય છે, મતિની જડતા મટે છે - માનસિક જાગૃતિ કેળવાય છે. સુખ-દુઃખની તિતિક્ષા-સહિષ્ણુતા વધે છે, અનુપ્રેક્ષા થાય છે - ભાવનાઓનો અભ્યાસ થાય છે અને એકાગ્રતાનો વિકાસ થવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 482 | View Detail | ||
|
Mool Sutra: तेसिं तु तवो ण सुद्धो, निक्खंता जे महाकुला।
जं नेवन्ने वियाणंति, न सिलोगं पवेज्जइ।।४४।। Translated Sutra: પોતાના મોટાં કુળ અને પરિવારને છોડીને જેમણે દીક્ષા લીધી છે તેઓ માન-પ્રતિષ્ઠા માટે તપ કરે તે તપ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવો કે જેથી બીજાને ખબર પડે નહિ. તપની પ્રશંસા થાય એવી ઈચ્છા પણ ન રાખવી. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 483 | View Detail | ||
|
Mool Sutra: नाणमयवायसहिओ, सीलुज्जलिओ तवो मओ अग्गी।
संसारकरणबीयं, दहइ दवग्गी व तणरासिं।।४५।। Translated Sutra: દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જ્વલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२९. ध्यानसूत्र | Gujarati | 487 | View Detail | ||
|
Mool Sutra: जस्स न विज्जदि रागो, दोसो मोहो व जोगपरिकम्मो।
तस्स सुहासुहडहणो, झाणमओ जायए अग्गी।।४।। Translated Sutra: જ્યારે સાધકમાં રાગ નથી રહેતો, દ્વેષ નથી રહેતો, મોહ નથી રહેતો, તેમજ મન-વચન-કાયાનું સ્પંદન પણ નથી રહેતું ત્યારે તેની અંદર શુભ-અશુભ સર્વ કર્મોનું દહન કરનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 508 | View Detail | ||
|
Mool Sutra: चइऊण महामोहं, विसए मुणिऊण भंगुरे सव्वे।
णिव्विसयं कुणह मणं, जेण सुहं उत्तमं लहइ।।४।। Translated Sutra: મહામોહમાંથી બહાર આવી, સર્વ પદાર્થો ક્ષણભંગુર છે એ સત્ય પિછાણી મનને વિષયોમાંથી પાછું વાળો, જેથી પરમ સુખ પ્રાપ્ત થાય. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३१. लेश्यासूत्र | Gujarati | 534 | View Detail | ||
|
Mool Sutra: किण्हा नीला काऊ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ।
एयाहि तिहि वि जीवो, दुग्गइं उववज्जई बहुसो।।४।। Translated Sutra: કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યાઓ અશુભ છે. આ ત્રણ લેશ્યાઓ જીવને અધોગતિમાં લઈ જાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 549 | View Detail | ||
|
Mool Sutra: तं मिच्छत्तं जमसद्दहणं, तच्चाण होदि अत्थाणं।
संसइदमभिग्गहियं, अणभिग्गहियं तु तं तिविहं।।४।। Translated Sutra: તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધા ન હોવી એ મિથ્યાત્વ છે. તેના ત્રણ પ્રકાર છે - સાંશયિક, અભિગૃહીત, અનભિગૃહીત. (સાંશયિક = શંકાત્મક, અભિગૃહીત = અસત્યને સત્ય સમજી લેવું. અનભિગૃહીત = અસત્યાસત્યનો કોઈ વિચાર જ ન હોવો.) | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३३. संलेखनासूत्र | Gujarati | 570 | View Detail | ||
|
Mool Sutra: इक्कं पंडियमरणं, छिंदइ जाईसयाणि बहुयाणि।
तं मरणं मरियव्वं, जेण मओ सुम्मओ होइ।।४।। Translated Sutra: એક વાર પણ જો પંડિતમરણ થાય તો સેંકડો જન્મો ઓછા થઈ શકે. મરવું તો એવી રીતે મરવું કે મરણ સુમરણ (સન્મૃત્યુ) બની જાય. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 591 | View Detail | ||
|
Mool Sutra: जीवाऽजीवा य बन्धो य, पुण्णं पावाऽऽसवो तहा।
संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव।।४।। Translated Sutra: જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 627 | View Detail | ||
|
Mool Sutra: जीवा पुग्गलकाया, सह सक्किरिया हवंति ण य सेसा।
पुग्गलकरणा जीवा, खंधा खलु कालकरणा दु।।४।। Translated Sutra: પુદ્ગલ અને જીવ એ બે દ્રવ્યો સક્રિય છે - ક્રિયાશીલ છે. જીવને ક્રિયામાં પુદ્ગલ બાહ્ય સાધનરૂપ બને છે અને પુદ્ગલને કાળ સાધનરૂપ બને છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३६. सृष्टिसूत्र | Gujarati | 654 | View Detail | ||
|
Mool Sutra: ओगाढगाढणिचिदो, पुग्गलकायहिं सव्वदो लोगो।
सुहुमेहि बादरेहि य, अप्पाओगेहिं जोग्गेहिं।।४।। Translated Sutra: આ લોક પુદ્ગલના સૂક્ષ્મ-બાદર સ્કન્ધોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે. કેટલાક સ્કન્ધો શરીર, કર્મ આદિની રચનામાં કામ આવે છે, તો કેટલાક ઉપયોગમાં ન આવી શકે એવાં હોય છે. | |||||||||
| Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
३७. अनेकान्तसूत्र | Gujarati | 663 | View Detail | ||
|
Mool Sutra: ण भवो भंगविहीणो, भंगो वा णत्थि संभवविहीणो।
उप्पादो वि य भंगो, ण विणा धोव्वेण अत्थेण।।४।। Translated Sutra: ઉત્પત્તિ હોય ત્યાં નાશ પણ હોવાનો, ને નાશ હોય ત્યાં ઉત્પાદ ન હોય એવું ન બને. અને ઉત્પાદ કે વ્યય પણ ધ્રુવ પદાર્થના આશ્રય વિના ન હોઈ શકે. | |||||||||